ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધુકા તાલુકાના બિસ્માર રસ્તાઓનું નવીનીકરણ થશે, સરકારે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવી - પેવર રોડ

અમદાવાદમાં ધંધુકા તાલુકાના તગડી ગામથી સુંદરિયાણા ગામનો રોડ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. ધંધુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્ય સરકારમાં રોડના નવીનીકરણ માટે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને સરકારે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

ધંધુકાના વર્ષોથી બિસ્માર રસ્તાઓનું થશે નવીનીકરણ, સરકારે રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવી
ધંધુકાના વર્ષોથી બિસ્માર રસ્તાઓનું થશે નવીનીકરણ, સરકારે રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવી

By

Published : Oct 16, 2020, 7:54 PM IST

અમદાવાદઃ તગડી સુંદરિયાણા રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. આથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ આ રસ્તા પર અવારનવાર અકસ્માત પણ સર્જાતા હોય છે. આ વિસ્તારના સરપંચો અને ગ્રામ્ય આગેવાનોએ ધારાસભ્યને આ રોડનું નવીનીકરણ માટે રજૂઆતો કરી હતી. રાજ્ય સરકારમાં આ અંગે રજૂઆત કરતા સરકારે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જે અનુસંધાને ધારાસભ્યોએ ધંધુકા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સાથે રાખી આ રોડનું ખાતમુહૂર્ત કરી તેવર રોડનું કામ શરૂ કરાવ્યું છે. આ રોડ પરના ગામડાઓ જેવા કે, તગડી, પીપળ, ઊંચડી, ચંદરવા તથા સુંદરિયાના રાહદારીઓ તેમજ વાહન ચાલકોને સંપૂર્ણ રાહત થશે.

ધંધુકાના વર્ષોથી બિસ્માર રસ્તાઓનું થશે નવીનીકરણ, સરકારે રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવી

ધંધુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ (કોંગ્રેસ)ના છે, જ્યારે ગુજરાતમાં સત્તા પક્ષ તરીકે ભાજપની સરકાર છે ત્યારે તેમના મત વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા રાજ્ય સરકારમાં પોતાની સૂઝબૂઝથી સરકારમાં રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details