અમદાવાદ- શહેરમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં રોડ તૂટવા તેમજ રસ્તા પર ભુવા પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં ઉદ્દભવે છે. જેને લઈ અમદાવાદ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એક અલગ ટેકનોલોજી તેમજ લાબું આયુષ્ય ધરાવતા રોડ બનાવવા માટે સ્ટેન્ડીગ કમિટીમાં 100 કરોડ જેટલી માતબર રકમ ફાળવવા મજૂરી માંગવામાં આવી છે.( white toping road in ahmedabad) આવનાર સમયમાં સ્ટેન્ડીગ કમિટી આ રોડ બનવવાની મંજૂરી મળતા જ અમદાવાદ શહેરમાં આધુનિક ટેકનોલોજી થી બનાવેલ વ્હાઇટ ટોપીગ રોડ જોવા મળશે.(the roads of ahmedabad city will not be broken)
અમદાવાદીઓ, હવે રસ્તા નહીં તુટે! જાણો કેમ..? - amc new road
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તા વધુ મજબૂત કરવા માટે વ્હાઇટ ટોપીગ રોડ બનાવવા માટે આજ મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમા અંદાજિત 100 કરોડ જેટલું બજેટ ફાળવણી કરવામાં આવી છે. the roads of ahmedabad city will not be broken, white toping road in ahmedabad, amc new road
વ્હાઇટ ટોપીગ રોડ શુ છે?- વ્હાઇટ ટોપીગ રોડ એ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા ખાસ અલગ પ્રકારના રોડ બનાવવામાં આવે છે.આ રોડ ડામર કરતા થોડા મોંઘા પડે છે.પરંતુ ડામર કરતા સારી ગુણવત્તા અને ટકાઉ હોય છે.આ રોડ સફેદ રંગ એટલે RCCના રોડ હોય તેવા રોડ હોય છે. બેગ્લોર સિટીમાં આવા રોડ જોવા મળી આવશે. આ રોડ બનાવવા માટે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ જોડે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે.
20 કરોડ જેટલો ખર્ચ- અમદાવાદ કોર્પોરેશન દ્વારા ત્રણ જગ્યા પર રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તરઝોનમાં ત્રિકમલાલ ચાર રસ્તા થી હીરાવાડી સુધી, ગુરુકુલ થી મહારાજ અગ્રેસન શાળા સુધી અને એક ઇસનપુર વિસ્તારમાં આ રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કરવામાં આવશે.