- અમદાવાદમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા
- બાળકીને લાલચ આપી રિક્ષામાં બોલાવી
- નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ સલામત હોય તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ કંઈક અલગ સર્જાઈ રહી છે. રોજબરોજ છેડતી અને દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી હતી. શહેરના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે.
બાળકીને ફ્રુટ આપવાની લાલચ આપી રિક્ષામાં બોલાવી
જ્યારે બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. અને તે સમયે નજીકમાં રિક્ષા લઈને બેસેલા એક યુવકે બાળકીને ફ્રુટ આપવાની લાલચ આપી હતી. અને રિક્ષામાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકીએ પોતાની માતા પાસે જઈને આ અંગેની જાણ કરતા માતાએ આ ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાળકી સાથે અડપલા કરનાર યુવકના કપડાં અને હિલચાલ અંગે પોલીસને માહિતી આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.