અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાં આ પોલીસ કોન્ટેબલનું નામ અને સરનામું જાહેર કરવામાં આવ્યું છે. જો કે, સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ કેદીને કોરોના રિપોર્ટ કઢાવવા માટે સાથે ગયેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાનું નામ અને સંપર્ક નંબર લખાવી દેતા કોર્પોરેશનના લિસ્ટમાં પોઝિટિવ દર્દી તરીકે પોલીસ કર્મચારીનું નામ લખાઈ ગયું હતું.
અમદાવાદમાં સેન્ટ્રલ જેલના કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - અમદાવાદ
સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાં આ પોલીસ કોન્ટેબલનું નામ અને સરનામું જાહેર કરવામાં આવ્યું છે. જો કે, સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ કેદીને કોરોના રિપોર્ટ કઢાવવા માટે સાથે ગયેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાનું નામ અને સંપર્ક નંબર લખાવી દેતા કોર્પોરેશનના લિસ્ટમાં પોઝિટિવ દર્દી તરીકે પોલીસ કર્મચારીનું નામ લખાઈ ગયું હતું.
અમદાવાદ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. આ કેદીને હાલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નવાબ ઉર્ફે કાલુ કે જે પાકા કામનો કેદી છે. જે રજા ઉપર હોવાથી જેલ બહાર હતો. તેની રજા પુરી થતા મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો.
જ્યાં મેડિકલ ચેકઅપ દરમ્યાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં કેદીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.