રામોલ પોલીસ દ્વારા બંન્ને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 30મી એપ્રિલ સુધીના રિમાન્ડ આપ્યા છે. કેસના બે આરોપી હજુ પણ પોલીસની ઝાપ્તાની બહાર છે.
રામોલ દુષ્કર્મ મૃત્યુ કેસમાં બંન્ને આરોપીઓના રિમાન્ડ મંજુર - CHHIPA AAQUIB
અમદાવાદ: રામોલ સામુહિક દુષ્કાર્મ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત થતા શહેર પોલીસ સક્રીય બની હતી. જેમાં 2 આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કર્યા બાદ 24 કલાક પુર્ણ થતા શનિવારે બંન્ને આરોપીને મેટ્રો કોર્ટની અરજન્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
રામોલની યુવતીને બીજા વર્ષની એટીકેટી પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યારબાદ અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડીતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડીતાએ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મૃત બાળકનો DNA ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો. યુવતી એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યાં તેની તબિયત બગડતા તેમનું મોત થયું હતું. યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી.