ગુજરાત

gujarat

ETV Bharat / state

રથયાત્રા દરમિયાન દરિયાપુરના લોકોને સ્વૈચ્છાએ જનતા કર્ફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ

કોરોનાની મહામારીમાં રથયાત્રા નીકળવાની છે. ત્યારે દરિયાપુર શાંતિ સમિતિ દ્વારા એક પત્રિકા બહાર પાડવામાં આવી છે. જેમાં લોકો સ્વૈચ્છાએ જનતા કર્ફ્યૂ રાખે તેવું સૂચન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23 જૂન 2020 મંગળવારના રોજ સાદગીથી નીકળવાનું આયોજન કર્યું છે.

રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં લોકોને સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ
રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં લોકોને સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ

By

Published : Jun 14, 2020, 5:54 PM IST

Updated : Jun 14, 2020, 7:29 PM IST

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે રથયાત્રા નીકળવાની છે, ત્યારે દરિયાપુર શાંતિ સમિતિ દ્વારા એક પત્રિકા બનાવવામાં આવી છે. જેમાં લોકો સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ રાખે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના રથયાત્રા કેવી રીતે નીકળશે તેના પર સરકાર અને મંદિર ટ્રસ્ટ મંથન કરી રહ્યું છે. ભગવાન જગન્નાથની 143 રથયાત્રાને લઇ પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રાથમિક તૈયારીઓના ભાગ રૂપે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં લોકોને સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ
જગતનો નાથ ભગવાન જગન્નાથથી રથયાત્રાની આંતરુતા દરેક અમદાવાદી જોવે છે. ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાન જગન્નાથને દર્શન કરીએ તે પણ તેમની ભાઇ અને બહેન સાથે, પરંતુ આ વખતે આ યાત્રા પર કોરોનાનુ ગ્રહણ લાગી ગયું છે. યાત્રામાં લોકો ભેગા ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સામાજિક આગેવાનો સાથે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં લોકોને સ્વેચ્છાએ જનતા કરફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ
દરિયાપુર શાંતિ સમિતિના સભ્ય અને કાઉન્સલર સુરેન્દ્રભાઇ બક્ષીએ જણાવ્યું હતુ કે, શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં પોલીસ દ્વારા લોકોને જનતા કર્ફ્યૂની અપીલ કરાઇ છે. દરિયાપુર શાંતિ સમિતિ દ્વારા વિસ્તારના એક પત્રિકા પણ ફરતી કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, દરિયાપુરના દરેક નાગરિક અને તેમજ ધાર્મિક પ્રજાને નમ્ર અપીલથી જણાવીએ છીએ હાલમાં કોરોના વાઇરસથી સંક્રમિત હોવાથી ભગવાન જગન્નાથ 143મી રથયાત્રા 23 જૂન 2020 મંગળવારના રોજ સાદગીથી નીકળવાનું આયોજન કર્યું છે. માટે દરિયાપુર વિસ્તારમાં દરેક નાગરિક તેમજ ધાર્મિક પ્રજાને જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરે છે.
રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં લોકોને સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂ રાખવા શાંતિ સમિતિની અપીલ

આ અપીલને માનભેર સ્વીકારીને રથયાત્રાના દિવસે ઘરની બહાર કે, પોળની બહાર નીકળવું નહી. જેથી કોરોનાની મહામારીના ચેપથી દુર રહીએ અને સુરક્ષિત રહીએ તે ધ્યાનમાં રાખીને જનતા કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરવા અમારી અપીલ છે. જનતાને સહકાર આપવા વિનંતી છે.

Last Updated : Jun 14, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details