અમદાવાદ : હોળીનાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રાજપૂત ક્ષત્રાણીઓએ (Rajput Kshatriyas organized) દ્વારા એક નેચરલ હોળી ઉજવવા માટે ફાગ મહોત્સવનું (Fag Festival) આયોજન કરવામાં આવ્યું.
રાજપુત ક્ષત્રાણીઓએ ફાગ મહોત્સવમાં અનોખું કર્યું હતું આયોજન આ પણ વાંચો :2000થી વધુ રાજપૂતાણીઓ તલવાર રાસ રમી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વિવિધ રાજ્યની રાજપૂત ક્ષત્રાણીઓ પણ ભાગ લે છે -ફાગ મહોત્સવનું આયોજન કરનાર નિલમ સિસોદિયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, જ્યારે મેં આ ઇવેન્ટની શરૂઆત કરી ત્યારે માત્ર 200 જ ક્ષત્રાણીઓએ સામેલ થઈ હતી. આજે અમારી આ ઇવેન્ટનું 5મું વર્ષ છે અને અમારી ઇવેન્ટમાં 4000-5000 રાજપૂત ક્ષત્રાણીઓ ભાગ લે છે. આ ઇવેન્ટમાં માત્ર ગુજરાતની જ નહીં પણ મધ્યપ્રદેશ,(Rajput Kshatrani culture) રાજસ્થાની પણ આ ઇવેન્ટમાં સામેલ થાય છે.
આ પણ વાંચો :ધ્રોલના ભૂચર મોરીમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
ઘરની બહાર જવાની પરવાનગી ન હોવાથી આ ઇવેન્ટ કરી છીએ -વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજપૂત ક્ષત્રાણીઓને બહાર જવાની પરવાનગી મળતી નથી. મોટાભાગે ઘરે જ બધા ઉત્સવ ઉજવવામાં આવે છે. તેથી આ માત્ર રાજપૂત ક્ષત્રાણીઓ સાથે મળીને માત્ર નેચરલ રંગ અને ફુલથી હોળી ઉજવીએ છીએ. સાથે સાથે આ ઇવેન્ટમાં ઘુમર, તલવાર રાસ, (Rajput Sword Ras) ફોક ડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. હાલના સમયમાં કેમિકલયુક્ત રંગો અને પાણીનો બગાડ મોટા પ્રમાણમાં થતો હોય છે. એ દુરુપયોગ ન થાય તે માટે અમે આ નેચરલ હોળીની ઉજવણી કરીએ છીએ.