ગુજરાત

gujarat

ETV Bharat / state

પટેલ સમાજ બાદ રાજપુત કરણી સેના સરકારની સામે, 3 માંગ મૂકી

અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજપુત સમાજની મુખ્ય ત્રણ માંગ સરકાર સમક્ષ મૂકી હતી અને એ માંગને જલ્દીથી જલ્દી પૂરી કરવા તેમણે સરકારને (gujarat election 2022)અનુરોધ કર્યો હતો.(The Rajput Karni Sena put 3 demands )

રાજપૂત કરણી સેનાએ સરકાર સમક્ષ મૂકી 3 માંગો
રાજપૂત કરણી સેનાએ સરકાર સમક્ષ મૂકી 3 માંગો

By

Published : Sep 19, 2022, 3:08 PM IST

અમદાવાદ -રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ આજે અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજપુત સમાજની મુખ્ય ત્રણ માંગ સરકાર સમક્ષ મૂકી હતી અને એ માંગને જલ્દીથી જલ્દી પૂરી કરવા તેમણે સરકારને અનુરોધ કર્યો હતો.(The Rajput Karni Sena put 3 demands )

રાજપૂત કરણી સેનાએ સરકાર સમક્ષ મૂકી 3 માંગો
રજવાડાઓનું મ્યુઝિયમ-કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, અમારી સૌ પ્રથમ માંગ એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની જે જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આજથી ત્રણ વર્ષ પહેલા કરી હતી, તે માંગને પૂરી કરવામાં આવે. અને રજવાડાઓનું મ્યુઝિયમ કેવડિયા ખાતે બનાવવામાં આવે.(gujarat election2022) કૃષ્ણકુમારજીનું સ્ટેચ્યુ-જ્યારે અમારી બીજી માંગ એ છે કે, જ્યારે દેશ આઝાદ થયો હતો, ત્યારે અખંડ ભારતના શિલ્પી માટે 562 જેટલા દેશી રજવાડા નું વિલીનીકરણ કરવા નીકળેલા સરદાર વલ્લભભાઈને સર્વ પ્રથમ પોતાનું રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનાર એવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સરકાર ભારત રત્નથી તરફથી સન્માન કરે, અને જે રીતે બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીના સન્માન માટે બ્રાઝિલની સંસદ સામે તેમનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. તેવી જ રીતે ભારતના સંસદ ભવન સામે પણ કૃષ્ણકુમારજીનું સ્ટેચ્યુ મુકવાની માંગ વર્તમાન સરકાર પાસે રજૂઆત કરી હતી. તમામ પક્ષે સમાન રીતે ભાગ ભજવાય-રાજપુત કરણી સમાજની મુખ્યત્વે ત્રીજી માંગ એ હતી કે ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજપૂત સમાજના લોકોને પૂરતું પ્રતિનિધિત્વ મળે અને આ ચૂંટણીમાં તેમનો તમામ પક્ષે સમાન રીતે ભાગ ભજવાય એવી માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આગામી રણનીતિથી ઘોષણા -આ સાથે જ મહત્વનું છે કે રાજપૂત સમાજના તમામ સંગઠનોની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી 16 ઓક્ટોબરના રોજ અમદાવાદના જીએમડીસી ખાતે રાજપુત સમાજનું ખૂબ જ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં રાજપૂત સમાજની આગામી રણનીતિથી ઘોષણા કરવામાં આવશે અને જો આ ત્રણમાંગને પૂરી કરવામાં નહીં આવે તો ખૂબ જ મોટું જન આંદોલન પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details