અમદાવાદ : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર દરોડો (Raided Spice Factory at Nadiad) પાડવામાં આવ્યા હતા. ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, ફૂડ સેફ્ટી કમિશનરને મળેલી બાતમીના આધારે નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતા. દરોડામાં કલરવાળા મરચાંનો (Raid on Colored Chilli Factory) અંદાજે 4.59 લાખનો 9,472 કિલો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
નડિયાદ GIDCમાં દરોડા
ગાંધીનગર તેમજ નડિયાદ જિલ્લામાં સંયુક્તપણે કરવામાં આવેલા દરોડામાં નડિયાદ GIDCમાં (Raids in Nadiad GIDC) ભરત બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ મરચામાં મકાઈનો લોટ, અખાદ્ય કલર, હલકુ મરચું ભેળસેળ કરતા વ્યકિતને તંત્ર દ્વારા રંગેહાથેઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં મરચા પાવડર, અખાદ્ય કલર તેમજ મકાઈ લોટના કૂલ-06 નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.