ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે આજથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ જશે.લોકસભાની ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથોસાથ ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી થશે અને તેનું જાહેરનામું પણ આજે પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.વિધાનસભાની પેટા ચૂંટણીનીનામાંકન પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ જશે.જેમાં 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકવામાં આવશે.
આજથી લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ... - process
અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજવામાં આવશે. ભાજપ દ્વારા પોતાના 19 અને કોંગ્રેસના 6 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ફાઈલ ફોટો
જોકે લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા બેઠકરાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ તેમજ ફ્લાયઇંગ સ્ક્વોડ કાર્યરત થશે. ઉમેદવારી ફોર્મ ભરતાસમયે 100 મીટરના પરિઘમાં ઉમેદવારના વાહન સહિત માત્ર 3 વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંતફોર્મ ભરવા ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓની જ હાજર રહી શકશે.