ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત - નાયબ મુખ્યપ્રધાન

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 કલાકથી જ પોતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

curfew In Ahmedabad
curfew In Ahmedabad

By

Published : Nov 21, 2020, 6:39 AM IST

  • અમદાવાદમાં 60 કલાકનો કડકપણે કરફ્યૂનો અમલ શરુ
  • અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત
  • પોલીસ લોકોને પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી

અમદાવાદ: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ આજથી (શુક્રવાર) સોમવાર સવાર સુધી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. પોલીસ લોકોને પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે, ત્યારે શહેરના તમામ રસ્તાઓ શુક્રવારથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે. જોકે, આ અંગે નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. આમ શનિવારથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. શુક્રવારે સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા અંતર્ગત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં હોવાનો નીતિન પટેલનો દાવો

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે. તેમ છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી હોવાની વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમને આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીંત થવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત 200 સભ્યોને લગ્ન સમારંભમાં છૂટ મળી છે, તો દિવસના સમયમાં તેટલા સભ્યો સાથે લગ્ન સમારંભ થઈ શકશે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

પોલીસ લોકોને ઘરે પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી

પથારી ખૂટી હોવાની વાતને આપ્યો રદિયો

નાયબ મુખ્યપ્રધાને બેડની અછત હોવાના દાવાને નકારી કાઢ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડની વ્યવસ્થા છે. 1,200 પથારીની હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ છે. સોલા સિવિલમાં હાલ 400 આઇસોલેશન અને 40 ICU બેડ છે. સોલા સિવિલમાં 600 દર્દીઓ સામાન્ય ઓક્સિજનની સારવાર લઈ રહ્યા છે. આ સિવાય ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ ખાલી હોવાનો દાવો કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ તેમને 120 ICu બેડ ઉમેરાયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે સોલા સિવિલમાં પણ બેડ વધારવાની સૂચના આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટમલાં હજૂ પણ 60 ICU બેડ ખાલી હોવાનું જણાવ્યું હતું. સોલા સિવિલમાં 270 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય સિવિલની કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે અલગ બેડ રાખવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે 160 બેડ અલગ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ

સોલા સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારાયા

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 150 બેડ વધારવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે કુલ 600 બેડ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં 21 નવેમ્બરથી સર્વે અને ટેસ્ટિંગ વધારવામાં આવશે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ જણાવ્યું હતું કે, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 450 બેડ છે. તેની સંખ્યા વધારીને 600 કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હજૂ પણ વધારે જરૂર પડશે, તો અન્ય બેડ વધારવાની તૈયારી પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :અમદાવાદ : કરફ્યૂ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, જાણો ક્યાં નિયમોનું પાલન કરવું પડશે?

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ બે દિવસના કરફ્યૂ દરમિયાન લોકોએ ઘણા નિયમોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાણો શું છે અમદાવાદ પોલીસનું જાહેરનામું...?

આ પણ વાંચો :અમદાવાદમાં કરફ્યુ : રેલવે પ્રવાસીઓને નહીં પડે અગવડ

લોકોએ તહેવારની ઉજવણી દરમિયાન દાખવેલી બેદરકારીને કારણે શહેર તથા રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જે કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 60 કલાક માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, રેલવેના પ્રવાસીઓને તેના કારણે અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં 60 કલાક માટે કરફ્યૂ, વધતા જતા કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 60 કલાક માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. વધતા જતા કોરોના સંક્રમણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે. જોકે, દુઘ અને દવાની દુકાનો કરફ્યૂ દરમિયાન ખુલ્લી રહેશે.

ABOUT THE AUTHOR

...view details