ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2020, 10:24 AM IST

Updated : Jul 18, 2020, 10:40 AM IST

ETV Bharat / state

સરકાર સામે શિક્ષકો બાદ પોલીસે પણ #2800gujaratpolice નામે ડિજિટલ આંદોલન શરૂ કર્યું

રાજ્ય સરકાર સામે એક બાદ એક પડકાર સામે આવી રહ્યાં છે. ગઇકાલે જ શિક્ષકોના ગ્રેડ-પે ને લઈને ચાલી રહેલ આંદોલનનો અંત આવ્યો છે, ત્યારે હવે પોલીસ પણ જાગી છે અને પોલીસ દ્વારા પણ હવે 2800 ગ્રેડ પે મામલે ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: પોલીસ વિભાગમાં શિસ્ત બધ રીતે નોકરી કરવી જરૂરી છે અને પોલીસકર્મીઓનું કોઈ યુનિયન નથી. જેથી કોઈ પોલીસકર્મી પોતાની રજૂઆત કરી શકે તેમ નથી, ત્યારે શિક્ષકોને ગ્રેડ પે આપ્યા બાદ પોલીસ દ્વારા હવે ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં #2800ગ્રેડ પે, #2800gujaratpolice દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યાં છે.

પોલીસ દ્વારા અનેક પોસ્ટ વાયરલ

બીજી તરફ વોટ્સએપ અને અન્ય માધ્યમોમાં પોલીસ દ્વારા અનેક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં #2800ના નામે એક પત્ર પણ વાયરલ થયો છે. જેમાં શિક્ષકોને જો 4200 ગ્રેડ પે આપવામાં આવે, પોલીસ પણ રાત દિવસ ખડેપગે રહીને નોકરી કરે છે. પોલીસે ક્યારેય પરિવાર, બીમારી, ભૂખ, સમય બંધુ જોયા વિના કામ કર્યું છે. જેથી સરકારે પોલીસને તેમનો અધિકાર આપવો જોઈએ.

પોલીસ દ્વારા અનેક પોસ્ટ વાયરલ

હવે સરકાર સામે બીજું પણ ડિજિટલ આંદોલન શરૂ થયું છે. જે પ્રમાણે શિક્ષકોના ગ્રેડ પે અંગે નિર્ણય લેવાય તેમ પોલીસ માટે સરકાર કોઈ વિચારણા કરશે કે, કેમ અને પોલીસ દ્વારા આગળ કંઇ દિશામાં પોતાનું આંદોલન લઈ જવામાં આવશે તે જોવાનું રહ્યું.

પોલીસ દ્વારા અનેક પોસ્ટ વાયરલ
Last Updated : Jul 18, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details