ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ સરકારના રાજમાં શ્રમિકોની દયનીય સ્થિતિ - અમદાવાદ કોરોના

ભાજપ સરકારના રાજમાં શ્રમિકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. કોરોના વાઈરસના કારણે પહેલેથી જ બેરોજગાર બનેલા શ્રમિકો હવે જ્યારે પોતાના વતનમાં પાછા જવા માંગે છે. ત્યારે તેમના પાસે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. એક તરફ સરકાર તેમની પાસેથી ટ્રેનનું ભાડું વસૂલ કરી રહી છે. તો બીજી તરફ શ્રમિકોને ખાવા માટે પણ પૈસા નથી.

ભાજપ સરકારના રાજમાં શ્રમિકોની દયનીય સ્થિતિ
ભાજપ સરકારના રાજમાં શ્રમિકોની દયનીય સ્થિતિ

By

Published : May 8, 2020, 7:21 PM IST

અમદાવાદઃ સરકારે રાશનની દુકાનો બંધ કરાવી દીધી છે. એક પરિવારને પણ ન પૂરું થાય તેટલું અનાજ સરકાર આપી રહી છે. ખરેખર શ્રમિકોનાં મોત કોરોના વાઇરસને કારણે નહીં પરંતુ ભાજપ સરકાર અને તેના જવાબદાર વહીવટી તંત્રના કારણે થશે. આ એજ સરકાર છે કે જે ચૂંટણી વખતે ભીડ ભેગી કરવા બસોની લાઇન લગાવે છે, બીજા દેશમાં રહેતા પૈસાદાર ભારતીયોને લેવા વિમાન મોકલે છે. ત્યારે તેમને કોરોના વાઇરસ ફેલાવાનો ડર લાગતો નથી ! પરંતુ પોતાના જ દેશમાં રહેતા નાગરિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તેમના વતન મોકલવા માટે કોરોના વાઇરસનું સંક્રમણ લાગી જાય છે !

ભાજપ સરકારના રાજમાં શ્રમિકોની દયનીય સ્થિતિ

ગુજરાતમાં ભાજપની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે તો બિહારમાં પણ NDA ને સપોર્ટ કરતો પક્ષ છે. તેમ છતાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આ રાજ્યોને આ શ્રમિકોને કેવી રીતે રાખશે, કેવી રીતે પોષશે તેની ચિંતા છે,તેના કારણે તેઓ જલ્દી તેમને રાજ્યમાં પ્રવેશવાની પરમિશન આપતા નથી. પરંતુ હવે આ શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર શ્રમિકો ચાલતા-ચાલતા જ પોતાના વતન તરફ જવા રવાના થયા છે. તો આજે વહેલી સવારે મહારાષ્ટ્રની ઔરંગાબાદની ગોઝારી ઘટના ભૂલાઈ નથી.જેમાં રેલવેના પાટા પર ઊંઘતા શ્રમિકો પર ટ્રેન ફરી વળતા તેમના મોત નિપજ્યા હતા. કેન્દ્ર સરકાર જ આ મોત માટે જવાબદાર છે. તે 42-44 ડીગ્રી તાપમાનમાં કોઈ પણ નેતા બપોરના સમયે બહાર રોડ ઉપર નીકળતો નથી. ત્યારે આ શ્રમિકોએ ચાલતા જવું પડે છે. સત્તાધારી પક્ષના કેટલાક કાર્યકરો શ્રમિકોને મારતા કે પછી તેમની પાસેથી ભાડા પેટે વધુ રૂપિયા પડાવતા જોવા મળ્યા છે. એક શ્રમિક મહિલાએ તો કહ્યું કે સરકાર તેમને રાશનના આપી શકતી હોય તો ઝેર આપે !

રાષ્ટ્રનું નિર્માણ કરનારા આ શ્રમિકોને આવી દયનીય સ્થિતિ આ દેશ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સતત રાષ્ટ્રવાદની વાત કરતા હોય છે. તે પણ આ મુદ્દે ચૂપ છે. ત્યારે જ્યારે આ શ્રમિકો પોતાના વતનમાં પહોંચશે અને પોતાના દુઃખની વાત પોતાનાઓને પણ કરશે. ત્યારે આવનારી ચૂંટણીઓમાં ચોક્કસ જ સરકારને આ શ્રમિકો તરફથી જવાબ મળશે.

ABOUT THE AUTHOR

...view details