ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: વેસ્ટમાંથી બેસ્ટ, દીવડામાંથી ઉગશે છોડ જાણો કઈ રીતે? - Government Go Green Project

વેસ્ટમાંથી બેસ્ટ આ સૂત્ર ઘણી બધી જગ્યાએ કામ લાગે છે, ત્યારે અમદાવાદની એક યુવતીએ કરેલા નવતર પ્રયોગમાં આ સૂત્ર લાભદાયી સાબિત થયું છે. દિવાળીમાં દિવા પ્રગટાવ્યા બાદ તે જ દીવાનો ખાતર તરીકે કઈ રીતે ઉપયોગ કરીને તેમાંથી છોડ ઉગાડી શકાયએ જાણો વિશેષ અહેવાલમાં...

અમદાવાદ: વેસ્ટમાંથી બેસ્ટ, દીવડામાંથી ઉગશે છોડ જાણો કઈ રીતે??
અમદાવાદ: વેસ્ટમાંથી બેસ્ટ, દીવડામાંથી ઉગશે છોડ જાણો કઈ રીતે??

By

Published : Nov 6, 2020, 2:18 PM IST

  • દિવાળીના દિવાનો થાળે લાભદાયી ઉપયોગ
  • દિવામાંથી ઉગશે નાના છોડ
  • દિવાનો થશે ખાતર તરીકે ઉપયોગ


અમદાવાદઃ શહેરની એક મહિલા દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. દિવાળીએ લોકો દિવાળાનો ઉપયોગ કરીને પછીના વર્ષ સુધી સાચવીને રાખતા નથી જેથી તે દીવા વેસ્ટ જ જાય છે, ત્યારે એવા દીવા બનાવવા જેનો એક વાર ઉપયોગ થયા પછી તે અન્ય કામમાં આવે છે.

અમદાવાદ: વેસ્ટમાંથી બેસ્ટ, દીવડામાંથી ઉગશે છોડ જાણો કઈ રીતે??
દિવાનો થયો નવતર પ્રયોગ

અનેરી શાહે વિચાર્યું કે, તેમને માટીના દીવો બનાવવા પણ તે દિવા બનવવાની માટીમાં અલગ અલગ બિયારણ ઉમેરવા જેથી દીવા બિયારણના બને અને તેના ઉપયોગ પછી તે બિયારણ તરીકે કોઈ છોડના કામમાં આવી શકે તેથી તેમને ઘરે જ સૌ પ્રથમ પ્રયોગ કર્યા જેમાં તેમણે પોઝિટિવ પરિણામ મળ્યું અને દિવામાંથી છોડ ઉગ્યો.

નાનો આઈડિયા અને મોટો બદલાવ

જે બાદમાં અનેરી શાહે સરકાર ગો ગ્રીન પ્રોજેકટ વિશે વિચાર્યું અને કુંભારને આ પ્રમાણેના જ દીવો બનાવવા કહ્યું, જે બાદમાં તેમને એક કીટ તૈયાર કરી, જેમાં દિવા ઉપરાંત નાળિયેરના છોડનું પોર્ટ તૈયાર કર્યું અને બાદમાં તે પોર્ટ માટે અલગ પ્રકારની માટી રાખી જેથી તેમાં જ દીવો મૂકી શકાય અને તે પોર્ટમાં છોડ ઊગી શકે.

બિયારણના દીવો તૈયાર કર્યા..
શરૂઆતમાં તો રાઈના દીવો તૈયાર કર્યા હતા. જે બાદમાં લોકોનું ધ્યાન જતા લોકો ઓર્ડર આપવા લાગ્યા જેથી રાઈ સાથે મેથી, મરચા અને અજમાના પણ દિવા તૈયાર કર્યા અને કીટ સાથે નજીવા ડરે તેં વહેંચવાનું પણ શરૂ કર્યું અને આજે અનેક દીવા અને કીટ તૈયાર કરી લોકો સુધી પહોંચાડ્યા પણ છે. આ નવતર પ્રયોગ હતો ખૂબ જ નાનો પરંતુ તેનું પરિણામ મોટું મળી શકે છે. આ પ્રકારનો પ્રયોગ લોકો કરતા થાય તો પર્યાવરણને પણ ફાયદો થાય શકે છે.

ABOUT THE AUTHOR

...view details