અમદાવાદ : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. અમદાવાદ શહેરમાં બનેલ હાટકેશ્વર બ્રિજની કામગીરીમાં ગેરનીતિ તેમજ ભ્રષ્ટાચાર થયો હતો. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ અંડર પાસ, રેલવે બ્રિજ, ફ્લાય ઓવરબ્રીજ તેમજ નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા માટે અલગ અલગ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. જેના માટે અંદાજિત ત્રણથી ચાર કરોડ રૂપિયા ફાળવવાના નક્કી કરવામાં આવ્યા હતા. આ બ્રિજને ત્રણ ત્રણ વખત ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ શહેરમાં આવેલા 82 બ્રિજ માંથી હજુ સુધી માત્ર 30 જેટલા જ બ્રિજનું નિરીક્ષણ થતાં જ વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના અઢી વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે. તેમના શાસનમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર હાટકેશ્વર બ્રિજને લઈને સામે આવ્યો હતો. તે જ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્ણય લીધો હતો કે પહેલા તમામ બ્રિજનુ ઇન્સ્પેકશન કરવામાં છે. પરંતુ તે કામ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધિશો સ્વતંત્ર નિષ્ફળ રહ્યા છે.- વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ
શહેરમાં 80થી વધું બ્રિજ આવેલ છે :વધુમાં જણાવ્યું હતું કે, બ્રિજમાં ગેરનીતિ સામે આવતા અમદાવાદ શહેરમાં આવેલ અંડરપાસ બ્રીજ, રિવર ઉપરના બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ, રેલવેના બ્રિજ આ કુલ મળીને શહેરમાં અલગ અલગ 82 જેટલા બ્રિજ આવેલા છે. જેમાંથી 70 જેટલા બ્રિજનું મેન્ટેનન્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે અને બહાર જેટલા મેન્ટેનન્સ રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. મોરબીના ઝુલતા પુલની બનેલી દુર્ઘટનાને લઈને શહેરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબની વાત એ છે કે, કોર્પોરેશન દ્વારા માત્ર 30 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. હજુ પણ બીજા બ્રિજનું નિરીક્ષણ કોર્પોરેશન કરી શક્યું નથી.
બ્રિજના નિરિક્ષણ કરવામાં આવ્યા હતા : કોર્પોરેશન દ્વારા અલગ અલગ કંપનીને ટેન્ડર આપીને આ બ્રિજનું નિરીક્ષણ ત્રણ અલગ અલગ તબક્કામાં કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇને પ્રશ્નને જે તે કંપનીને ભાવ પણ આપવાના નક્કી કર્યા હતા, તેમ છતાં હજુ સુધી શહેરના મોટાભાગના બ્રિજનું નિરીક્ષણ કરવાની બાકી છે. હાટકેશ્વર બ્રિજ તથા મહંમદપુરા ફ્લાય ઓવરબ્રિજ તૂટી જવા પામેલની કામગીરીમાં પણ ગેરનીતિ સામે આવી હતી. જેમાં કોંક્રિટના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેમાં હલકી ગુણવત્તા હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે વિપક્ષ દ્વારા મેયરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જે પણ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
- Ahmedabad News : 3 મહિના વિત્યા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં : વિપક્ષના પ્રહાર
- Ahmedabad Ring Road Bridge : 96 કરોડના ખર્ચે બનીને તૈયાર બ્રિજ, ગૃહપ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે