અમદાવાદઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે, ત્યારે ગુજરાતમાં દર કલાકે 10 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે અને દર બે કલાકે એક દર્દીનું કોરોનાથી મોત થાય છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી બાદ કેસની સંખ્યમાં ગુજરાત ચૌથા ક્રમે છે.
અમદાવાદમાં દર કલાકે 7 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 હજારને પાર - Ahmedabad news
અમદાવાદમાં સૌથી વધુ સંખ્યા કોરોનાથી પીડાતા લોકોની છેે. જેમાં હાલ ગુજરાત ચોથા ક્રમે પહોચી ગયું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે. જે પૈકી હાલ માત્ર 3,358 કેસ જ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ અને ખાસ કરીને અમદાવાદમાં 71 ટકા કેસ નોંધાયા છે, ત્યારે અહીં દર કલાકે 7 વ્યક્તિને કોરોના સંક્રમણ થાય છે. ગુજરાતમાં દર કલાકે કુલ 10 વ્યક્તિઓને કોરોના સંક્રમણ થાય છે જે પૈકી 7 લોકોને અમદાવાદમાં સંક્રમણ થતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં દર બે કલાકે એક દર્દીનું કોરોનાથી મોત થાય છે. જૂન મહિનામાં મૃત્યુઆંકમાં વધારો થયો છે અને રોજના 25થી 30 મોત નોંધાતા કરન્ટ ટ્રેન્ડ કલાકમાં એક મૃત્યુનું છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક 1015 પર પહોંચ્યો છે. અમદાવાદમાં કુલ 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે પૈકી હાલ માત્ર 3358 કેસ જ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13634 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. જે પૈકી 9912 દર્દીઓ અમદાવાદના છે. ગુજરાતમાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ પણ સારો છે. અહીં દર કલાકે સાત દર્દીઓ સાજા પણ થઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર બાદ કોરોના પોઝિટિવ સૌથી વધુ કેસ ધરાવનાર રાજ્યોમાં ગુજરાત ચૌથા ક્રમે છે.