ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં કેસની સંખ્યામાં વધારો

અમદાવાદ જાણે કોરોનાનું કેપિટલ બન્યું છે. રાજ્યમાં કોરોનાનો કુલ આંક 15574 પર પહોંચી ગયો છે, ત્યારે સૌથી વધુ કેસ આમદાવાદમાં પૂર્વ અને સૌથી ઓછા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતાં.

અમદાવાદમાં પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં કેસોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો જોવા મળી રહ્યો
અમદાવાદમાં પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં કેસોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો જોવા મળી રહ્યો

By

Published : May 29, 2020, 10:22 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના દિનપ્રતિદિન મજબૂત થતો જાય છે. કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડ્યો નથી. જેના કારણે લોકોની પણ ચિંતા વધી છે. હજુય અમદાવાદ શહેરમાં રોજ સરેરાશ 250ની આસપાસ કેસો નોંધાઇ રહ્યાં છે.

અમદાવાદમાં પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં કેસોની સંખ્યામાં જોવા મળી રહ્યો છે વધારો જોવા મળી રહ્યો

આ જોતાં અમદાવાદ જાણે કોરોનાનું કેપિટલ બન્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 15574 કેસો નોંધાઇ ચૂક્યાં છે. કોરોનાને લીધે વધુ 22ના મોત નિપજ્યા હતાં. અમદાવાદમાં દરેક ઝોનમાં કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે સૌથી વધુ પૂર્વ અને સૌથી ઓછા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા. નોંધાયેલા 241 કેસમાં મધ્ય ઝોનમાં 26, પશ્ચિમ ઝોનમાં 13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 , દક્ષિણ ઝોનમાં 38, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 29, પૂર્વ ઝોનમાં 91, ઉત્તર ઝોનમાં 39 કેસ નોંધાયા છે.

લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં જ રાજ્યના 22 જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા હતાં. આ એજ પ્રસ્થાપિત કરે છે કે, કોરોના કેટલી હદે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે. અત્યારે તાપી અને મોરબી જિલ્લો એવો છે કે, જ્યાં દસથી ઓછા કેસ છે. બાકી બધા જિલ્લામાં કોરોનાના કેસોનો આંક ડબલ ફિગર છે.

ABOUT THE AUTHOR

...view details