અમદાવાદસમગ્ર વિશ્વની અંદર ઓમીક્રોનવેરિયન્ટ BF7 કોરોના(Omicron Variant BF7) મહામારી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ચીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. ત્યારે ભારતની વાત કરવામાં આવે તો કોરોનાની(Corona medicine stock Ahmedabad) પ્રથમ બે લહેરમાં મોટા પાયે અસર જોવા મળી હતી. જેમાં દવા અને ઓક્સિજનની અછતના કારણે જેમાં અનેક લોકોએ પોતાના જીવગુમાવ્યા હતા. પરંતુ આ વખતે દવાઓનો(Corona vaccine Ahmedabad) પૂરતા પ્રમાણમાં સ્ટોક જોવા મળી રહ્યો છે.
ગાઈડ લાઈન જાહેર કરીકેમિસ્ટ એસોશિયેએશન પ્રમુખ જશવંત ભાઈએ ETV BHARAT સાથે ટેલીફોનીલ વાત કરતા જણાવ્યુ હતુ કે જે રીતે બીજા દેશોની અંદર કોરોનાની મહામારીની અસર થઈ રહી છે. તે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોનાને લગતી ગાઈડલાઈન આપવામાં આવી છે. તે મુજબ રાજ્યની સરકારો પણ અમલ કરાવવા જઈ રહી છે. જનતાએ પણ કોરોના ગાઈડલાઈનનું જે સરકાર દ્વારા અમલ કરવામાં આવી છે તેનું પાલન કરવું જોઈએ.
દવાનો ત્રણ મહિનાનો સ્ટોકવધુમાં જણાવ્યું હતું કે દવાઓની વાત કરવામાં આવે તો પૂરતો સ્ટોક છે. ભૂતકાળમાં પણ પૂરતો સ્ટોક હતો અને અત્યારે પણ પૂરતો સ્ટોક છે. માત્ર ગુજરાતની દવાની કંપનીઓ આખા ભારતની અંદર તેમજ સમગ્ર વિશ્વમાં 70 ટકા દવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેથી ગુજરાતમાં દવાની અછત જોવા નહિ મળે. હાલમાં જ વાત કરવામાં આવે તો એન્ટિબાયોટિક દવાઓ કે કફ સીરપ પણ પૂરતો સ્ટોક જોવા મળી રહ્યો છે. જે દવાઓનો મુખ્ય ગોડાઉનમાં ત્રણ મહિનાનો સ્ટોક છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુટર જોડે દોઢ મહિનાનો સ્ટોક છે અને રિટેલર પાસે 15 થી વધુ દિવસનો સ્ટોક છે. જેના સંદર્ભમાં કહી શકાય કે ગુજરાતમાં દવાની અછત જોવા મળશે નહીં.
દવાની અછત નહિ સર્જાયવધુમાં ઉમેર્યું હતું કે પરંતુ ગત વખતે એકાએક (fourth wave of Corona ) કોરોના મહામારી આવવાને કારણે દવાની અછત ઊભી થઈ હતી. પરંતુ જેમ જેમ સીઝન બદલાય છે તેમ તેમ ફિવર પણ બદલાય છે. આવા સંજોગોમાં લોકોએ દવાઓનો ખોટો સંગ્રહ કરવો ન જોઈએ. ભૂતકાળમાં લોકોએ દવાઓનો ખોટો સંગ્રહ કર્યો હતો જેના કારણે દવાઓની અછત ઉદ્ભવી હતી. પરંતુ આ વખતે તેવી કોઈ પણ પ્રકારની અછત ઉદ્દભવશે નહીં. જેથી લોકોએ ખોટો દવાઓનો સંગ્રહ કરવા જોઈએ નહીં.