ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: મુસ્લિમ સંસ્થાએ ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરવા રાજ્ય સરકાર પાસે પરવાનગી માગી - ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા

ઇસ્લામ ધર્મના તહેવાર રમઝાન ઈદને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત ચાંદ કમિટી દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી રમઝાન મહિનાના આખરી શુક્રવાર અને ઈદના દિવસે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.

etv bharat
અમદાવાદ: મુસ્લિમ સંસ્થાએ ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરવા રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી

By

Published : May 15, 2020, 7:25 PM IST

અમદાવાદ: ઇસ્લામ ધર્મના તહેવાર રમઝાન ઈદને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત ચાંદ કમિટી દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી રમઝાન મહિનાના આખરી શુક્રવાર અને ઈદના દિવસે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.

ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ અને અમદાવાદના શાહી ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે ઈદ અને રમઝાન મહિનાના આખરી શુક્રવારના દિવસે નમાઝ મસ્જિદમાં અદા કરવા માટે રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે હાથ લીધેલી સુઓ મોટોમાં કોર્ટે ધાર્મિક સ્થળો પર એકત્ર ન થવાનો આદેશ કર્યો હતો. દેશભરમાં જારી કરાયેલા લૉકડાઉન બાદ તરત જ હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.

મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે જણાવ્યું હતું કે જ્યારથી લૉકડાઉનના નિયમો લાગુ કરાયા છે ત્યારથી મસ્જિદોમાં તેના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે મુસ્લિમ સમાજને પણ ઘરમાં જ નમાઝ પઢવા અપીલ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સરકારની મંજૂરી પ્રમાણે માત્ર 3 થી 4 લોકોની હાજરીમાં જ મસ્જિદમાં નમાઝ પઢવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details