ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો - Opposition by Muslim society

પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. જુમ્મા મસ્જિદ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ મસ્જિદના પગથિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો લગાવી તેના પરથી ચંપલ પહેરી પસાર થઈ વિરોધ દર્શાવ્યો હતો.

પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો
પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો

By

Published : Oct 31, 2020, 5:17 PM IST

Updated : Oct 31, 2020, 5:40 PM IST

  • પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા અપમાનજનક નિવેદનને લઈ થઇ રહ્યો છે વિરોધ

અમદાવાદઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધ ઠેર-ઠેર થઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું પૂતળાદહન કરી તેનો વિરોધ દર્શાવ્યો હતો. થોડાક દિવસ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા મુસ્લિમ સમાજના મહંમદ પયગંબર સાહેબના કાર્ટૂન અને વિવાદાસ્પદ તેમજ અપમાન જનક નિવેદનો આપવામાં આવ્યા હતો, જેનો ઠેર-ઠેર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ

ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટા મસ્જિદના પગથિયા પર લગાવી વિરોધ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજના મહંમદ પયગંબર સાહેબના કાર્ટુન અને ફ્રાન્સના લોકોને મારવાનો મુસ્લિમોને અધિકાર છે, તેવું અપમાનજનક નિવેદન ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. પાટડી ખાતે પણ આ નિવેદનને મુસ્લિમ સમાજ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટા મસ્જિદના પગથિયા પર લગાવી તેના પર ચપ્પલ પહેરી પસાર થઈ વિરોધ દર્શાવ્યો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ માફી માંગે તેવી માંગ કરાઈ

પાટડી ખાતે આવેલા જુમ્મા મસ્જિદે મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના પુતળાનું દહન કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં દરેક તાલુકા મથકે આ અંગે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ મુસ્લિમ સમાજ દ્વારા આ ઘટનાને લઇ ફ્રાન્સના રાષ્ટ્રપતિ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

Last Updated : Oct 31, 2020, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details