અમદાવાદ : નાણાપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક પેકેજ પાર્ટ-4માં કોલસા ક્ષેત્રને કોમર્શિયલ કરવાની વાત કરી છે. વધુ 6 એરપોર્ટને પીપીપી મોડલ દ્વારા વિકસાવાશે. ડીફેન્સ સેકટરમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી છે. તેમજ ઓર્ડિનેન્સ ફેકટરીઝ બોર્ડનું કોર્પોરેટાઈઝેશન કરીને તેનું શેરબજારમાં લિસ્ટીંગ કરાશે. એરસ્પેસ ખોલવાની જાહેરાત કરી છે. આ બધી જોગવાઈઓ સાથે ભારત આત્મનિર્ભર બનવાની યોજનાઓ બની રહી છે. અમદાવાદથી સીનીયર રીપોર્ટર પારૂલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલ આર્થિક પેકેજ-4નું વિશ્લેષણ કરી રહ્યા છે. આવો જોઈએ વિડિયો.
આર્થિક પેકેજ-4માં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો સંરક્ષણમાં FDI? જૂઓ વીડિયો
નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે શનિવારે આર્થિક પેકેજ પાર્ટ 4 રજૂ કર્યું હતું. જેમાં કોલસા, ખનિજ, સંરક્ષણ, સામાજિક પાયાગત માળખુ, વીજળી વિતરણ, અંતરિક્ષ અને પરમાણું ઉર્જા જેવા આઠ સેકટરને સમાવીને તેમાં સુધારા સુચવ્યા છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતગર્ત નાણાપ્રધાન નિર્મલા સીતારમન આર્થિક પેકેજ જાહેર કરી રહ્યા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વીઝન આત્મનિર્ભર ભારત અભિયાન અંતગર્ત નાણાપ્રધાન ચાર દિવસથી આર્થિક પેકેજ જાહેર કરી રહ્યા છે. આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે નાણાપ્રધાન છેલ્લું રાહત પેકેજ જાહેર કરશે.