અમદાવાદ: ગુજરાતમાં અનરાધાર વરસાદ બાદ એક સપ્તાહ કોરું રહ્યું છે. હવે અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જે બે દિવસ પછી દક્ષિણ ગુજરાત પરથી થઈને ઉત્તર ગુજરાત તરફ આવશે. જે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 10 સપ્ટેમ્બરથી અતિભારે વરસાદની આગાહી કરી - ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યના વિવિધ ડેમ અને નદીઓ ઓવરફ્લો થયા છે. અરબી સમુદ્ર પર નવી વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ લાવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં 10 સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
'શ્રાવણના સરવડા અને ભાદરવો ભરપુર' તે કહેવતને વરસાદ ખોટી પાડી રહ્યો છે. ગુજરાતમાં અવિરત વરસાદ આવ્યો છે, સાથે જ સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે. હજી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. કદાય આ છેલ્લો સ્પેલ હોઈ શકે છે.