ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરી - હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરી

પાછલા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે. તે આગામી ચોમાસાની નિશાની છે. ગુજરાતમાં આજદિન સુધી જે પણ વરસાદ થયો તે ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓનો ભાગ હતો.

meteorological
હવામાન વિભાગ

By

Published : Jun 12, 2020, 10:32 AM IST

અમદાવાદ: બંગાળની ખાડી પર સર્જાયેલી હળવા દબાણની સિસ્ટમને કારણે આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વ્યાપક‌ પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ અતિવૃષ્ટિની પણ સંભાવના રહેશે. શનિવાર અને રવિવારના દિવસો ગુજરાત માટે થોડા અઘરા સાબિત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના‌ વિસ્તારોએ વધુ સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરી

સુરત, વલસાડ, નવસારી, ડાંગ, મધ્ય ગુજરાતના કેટલાંક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાના જિલ્લાઓએ વિશેષ સાવધાની રાખવી જરૂરી જણાય છે. જ્યારે 13મી જૂન સુધીમાં વિધિવત રીતે ચોમાસુ ગુજરાતને સ્પર્શી શકે છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરી

ABOUT THE AUTHOR

...view details