ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી 3 દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી - heavy rains for up to 3 days

ગુજરાતમાં વરસાદની ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી દેવામાં આવી છે.

meteorological department
meteorological department

By

Published : Jul 17, 2020, 2:02 AM IST

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ, દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે.

3 દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી
  • ભાવનગર, અમરેલી, પોરબંદરમાં ભારે થાય તેવી વરસાદ શક્યતા
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી વરસાદ પુરતા પ્રમાણમાં વરસાદ થયો
  • અન્ય ભાગમાં હજૂ પણ વરસાદની જરૂરિયાત
  • બે દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઓછું થાય તેવી શક્યતાઓ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સિઝનનો 35 ટકા વરસાદ

આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે.

આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details