ખેલૈયાના રંગમાં ભંગ પડશે, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી - અમદાવાદ સમાચાર
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે હવે બીજી એક સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. જેથી હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે, તેમાં 3 ઓક્ટોબર બાદ વરસાદ ઘટી જવાની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
પ્રતિકાત્મક ફોટો
હવામાન ખાતાએ આજે અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી લઇને ભારે વરસાદની આગાહી કરી હતી. જો વરસાદ પડ્યો તો નવરાત્રીમાં ખેલૈયાના રંગમાં ભંગ પડશે.