અમદાવાના નારણપુરા વિસ્તરમાં સંજય નગરમાં એક આધેડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતુ. માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ પથ્થર મારીને બળદેવભાઈ નામના વ્યક્તિની હત્યા કરી હતી.
અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ આધેડની કરી હત્યા - police
અમદાવાદ: શહેરમાં રાત્રીના સમયે નારણપુરા વિસ્તારના સંજયનગર છાપરમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ એક આધેડ વ્યક્તિની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો હતો. ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સ્પોટ ફોટો
પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.