ગુજરાત

gujarat

શું AMC મેયરના જાહેરમાં માસ્ક ન પહેરવા અને રાજ્ય સરકારના ગાઈડલાઈનના ભંગ બદલ દંડ વસૂલાશે ?

By

Published : May 29, 2020, 2:52 PM IST

ગુજરાત અને અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે હાલ અમદાવાદના મેયર મેળાઓમાં અને પ્રેસ કોન્ફરન્સમાં વ્યસ્ત છે. મેંગો મેળામાં કોરોના વિશે મગનુ્ં નામ મરી પાડ્યા વિના કલટી મારી ગયેલા મેયરના માસ્ક વિનાના ફોટા ટ્વિટર પર પોસ્ટ કરાતા વિવાદનો મધપૂડો છેડાયો છે.

AMC મેયર
AMC મેયર

અમદાવાદઃ ગુજરાત અને અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે હાલ અમદાવાદના મેયર મેળાઓમાં અને પ્રેસ કોન્ફરન્સમાં વ્યસ્ત છે. મેંગો મેળામાં કોરોના વિશે મગનુ્ં નામ મરી પાડ્યા વિના કલટી મારી ગયેલા મેયરના માસ્ક વિનાના ફોટા ટ્વિટર પર પોસ્ટ કરાતા વિવાદનો મધપૂડો છેડાયો છે. SBI લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5000 PPE કીટ દાન કરવામાં આવી હતી.

અમદાવાદ મેયર

જેનો ફોટો પડાવતા સમયે તમામ લોકોએ ગાઈડલાઈન મુજબ મોંઢે માસ્ક પહેર્યા હતા, પરંતુ મેયરે માસ્ક પહેર્યું ન હતું. પાંચ વ્યક્તિઓ સાથે ઉભા રહી ફોટો પડાવતા સમયે માસ્ક પહેરવું જોઈએ તેની જગ્યાએ તેઓ વગર માસ્કે ફોટો પડાવ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નાગરિકોને ગાઈડલાઈનને પાલન કરવાનું કહેતા પહેલા શહેરના પ્રથમ નાગરિકે પાલન કરવાનું હોય છે, પરંતુ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. મેયર દ્વારા આ રીતે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવતા શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી ગાઈડલાઈનના ભંગ બદલ દંડ વસુલવામાં આવશે કે કેમ? તે અંગે કોર્પોરેશનના વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે.

#HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત "સેલ્ફી વિથ માસ્ક" માં હું પણ માસ્ક સાથે સેલ્ફી લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીના નવતર આયામમાં સહભાગી બની. આપ સૌને પણ નમ્ર અનુરોધ કરું છું કે, આપ પણ જોડાવો. મેયરે આવું ટ્વીટ કર્યું હતું, પરંતુ પોતે જ માસ્ક પહેર્યા વગર બહાર દેખાતા માત્ર મેયરે દેખાડો કર્યો હોવાનું જણાય છે.

ABOUT THE AUTHOR

...view details