ગુજરાત

gujarat

ETV Bharat / state

'ગરીબ આવાસ યોજના'માં મકાન ભાડે રાખીને આરોપી કરતો હતો ગાંજાનો વેપાર... - Gujarat Housing Board

અમદાવાદઃ શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 150 કિલો ગાંજા સાથે 2 ઇસમની ધરપકડ કરી હતી અને આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ વાસણા ખાતે આવાસ યોજનામાં મકાન ભાડે રાખ્યું હતું. આ આવાસ યોજનાના મકાનમાંથી જ તે છેલ્લા 1 વર્ષથી ગાંજાનો વેપાર કરતો હતો.

ગરીબ આવાસ યોજનમાં મકાન ભાડે રાખીને આરોપી કરતો હતો ગાંજાનો વેપાર...

By

Published : Jun 2, 2019, 4:23 PM IST

શનિવારે ક્રાઈમ બ્રાન્ચે ડાહ્યાભાઈ નામના ઇસમને વાસણા પાસેથી 150 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતા. આરોપી ડાહ્યાભાઈની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આવાસ યોજનામાં 1 વર્ષથી મકાન ભાડે રાખ્યુ હતું. જે મકાનમાં આરોપીએ જણાવ્યા મુજબ તેને સાથે લઈને તપાસ કરતા તે ઘરમાંથી બીજો વધુ 17 કિલો 763 ગ્રામ ગાંજો જેની કિંમત 5.32 લાખ છે, તે મળી આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી આ માલ સુરતથી દિપુ જે મૂળ ઓરિસ્સાનો છે તેની પાસેથી લાવતો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે દિપુની પણ શોધખોળ હાથ ધરી છે.

ગરીબ આવાસ યોજનમાં મકાન ભાડે રાખીને આરોપી કરતો હતો ગાંજાનો વેપાર...

ABOUT THE AUTHOR

...view details