મેઘાણીનગર ચાલતી કોસામટ્ટમ ફાયનાન્સ કંપનીમાં સોના સામે લોકોને નાણા ધિરાણ આપવામાં આવે છે. ત્યારે ફાયનાન્સ કંપનીમાં કામ કરનાર મેનેજર અમીધર બારોટે મોકો જોઇને 2.30 કરોડના દાગીના અને ૨ લાખથી વધુની રોકડ રકમ લઈ ફરાર થઇ ગયો છે.
અમદાવાદમાં ફાયનાન્સ કંપનીના મેનેજર 2 કરોડની ચોરી કરી ફરાર - Gujarati news
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફાયનાન્સ કંપનીમાં કામ કરતા મેનેજરે કંપનીમાં 2 કરોડથી વધુના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી છે. આ મામલે મેઘણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સાથે જ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાયું છે.
Gujarat police
કંપનીમાં કામ કરતા કર્મચારીઓને આ મામલે બીજા દિવસે જાણ થતા મેનેજરને ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા હેડ ઓફિસમાં આ અંગે જાણ કરી હતી. જેથી કંપનીએ આ મુદ્દે મેનેજર વિરુદ્ધ મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ મેઘાણીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સાથે મળીને કરી રહ્યા છે.