ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 30 લાખનું સોનુ લઈ મેનેજર ફરાર, ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી - સ્વર્ણશિલ્પ જ્વેલર્સ

અમદાવાદ શહેરમાં આરવ બિલ્ડીંગ રાયપુરની દુકાનમાંથી સોનાની ચોરી થઇ હતી. જે ચોરી કરનારો શખ્સ સેટેલાઈટના વેપારીનો મેનેજર હતો. તે 30 લાખ સોનાની ચોરી કરી ફરાર થયો હતો. ખાડીયા પોલીસે આ અંગે મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદઃ 30 લાખનું સોનુ લઈ મેનેજર થયો ફરાર, ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદઃ 30 લાખનું સોનુ લઈ મેનેજર થયો ફરાર, ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

By

Published : Sep 4, 2020, 8:06 AM IST

અમદાવાદઃ શહેરના આરવ બિલ્ડીંગ રાયપુરની દુકાનમાંથી સેટેલાઈટના વેપારીના મેનેજરે રૂપિયા 30 લાખનું સોનુ લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં માણેકચોકમાં સોનાના હોલસેલના વેપારી સ્વર્ણ શિલ્પ જ્વેલર્સનું પણ 15 લાખનું સોનુ હતું. ખાડીયા પોલીસે આ અંગે મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સેટેલાઈટ શિવરંજની પાસે પારસકુંજ સોસાયટીમાં રહેતાં નિર્મળ બલરામ ખૂંટીયા આરવ બિલ્ડીંગ ઘાંચીની પોળ રાયપુર ખાતે નિર્મળ ઓર્નામેન્ટના નામે સોનાના દાગીના બનાવવાની દુકાન ધરાવતો હતો. નિર્મળભાઈના ત્યાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના જગતપુર ગામનો સુબ્રતાસામંતા ગોપાલસામંતા મેનેજર તરીકે નોકરી કરતો હતો અને કારીગર તરીકે સમીર શાંતરા નોકરી કરતો હતો. નિર્મળભાઈ ગત બુધવારે તેમના જમાઈ પ્રસન્નજીતની ખબર પૂછવા માટે હોસ્પિટલ ગયા હતા. બાદમાં મેનેજર સુબ્રતોને સવારે 11 વાગ્યે ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. બપોરે તેઓ દુકાને પહોંચ્યા તો લોક મારેલું હતું. બાજુની દુકાનમાં કારીગર કામ કરતો હતો.

કારીગર સમીર પાસેથી બીજી દુકાનની ચાવી લઈ નિર્મળભાઈએ તપાસ કરતા દુકાનમાંથી રૂપિયા 30 લાખનું 605 ગ્રામ સોનુ ગાયબ હતું. આરોપી સુબ્રતો સામંતા મંગળવારે બપોરે 3.30 વાગ્યે દુકાનમાંથી માણેકચોકના હોલસેલ દાગીના અને વેપારી સ્વર્ણશિલ્પ જ્વેલર્સના માલિક નિર્મલભાઈએ આપેલું રૂપિયા 15 લાખનું સોનુ મળી કુલ રૂપિયા 30.25 લાખનું સોનું લઈ ફરાર થઈ ગયો હતો. એક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા સુબ્રતો સામંતા ફરાર થઈ જતાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details