અમદાવાદ જેલમાં મિત્રોને મળવા અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો - latest news of ahmedabad
અમદાવાદ: સાબરમતી જેલમાંથી મોબાઈલ મળવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેવામાં વધુ એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે આરોપીને મળવા એક શખ્સ આવી પહોંચ્યો હતો અને તેને અધીકારી હોવાની ઓળખ આપી હતી. જેને લઇને સતાધીશોએ પોલિસે ફરીયાદ નોંધી છે.
અમદાવાદ જેલમાં મિત્રોને મળવા અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો શખ્સ ઝડપાયો
શહેરની સાબરમતી સેંન્ટ્રલ જેલના જેલર એફ.એસ. મલિક મુલાકાત જેલર તરીકે જેલમાં ફરજ બજાવી રહ્યા છે. જેલના લેન્ડલાઇન નંબર પરથી તેમને ફોન આવ્યો અને જેલ કર્મચારીએ જણાવ્યું કે કોઇ રાહુલ નામના અધિકારી છે. તેમણે તમારી સાથે વાત કરવી છે. અધિકારીએ વાત માટે ના પાડતા જેલમાં બંધ સંજય ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન નામના આરોપીને તેમના સંબંધીઓ મળવા આવતા હોવાથી મિત્રને મળવા દેવાની સ્ટાફ તરફથી મનાઇ કરી દેવામાં આવી હતી.