અમદાવાદઃ સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ-કરિયાણું, શાકભાજી, દૂધ વગેરે મળી રહેશે તેવી બાહેંધરી સરકારે આપી હતી. જેના પગલે કરિયાણાની દુકાનો ખૂલી રાખવા અને સાથે-સાથે શાકભાજીનું વેચાણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
મોલ્સ લોકડાઉનમાં ફક્ત ઓનલાઇન કરિયાણું વેચી શકશે - લોકડાઉન ઈફેક્ટ ન્યૂઝ
લોકડાઉનના પગલે અમદાવાદ સજ્જ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મોલ અને કરિયાણાની દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે, પંરતુ કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે શહેરમાં મોલ બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
![મોલ્સ લોકડાઉનમાં ફક્ત ઓનલાઇન કરિયાણું વેચી શકશે lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6584253-thumbnail-3x2-trup.jpg)
lockdown
મોલ્સ લોકડાઉનમાં ફક્ત ઓનલાઇન કરિયાણું વેચી શકશે
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે લોકો એક મીટરનું અંતર રાખતા હતા. શહેરમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોઈને મોલ્સને પણ ગ્રાહકો માટે સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જો કે, હવે ગ્રાહકને કરીયાણું ખરીદવુ હશે તો તે મોલ્સની ઓનલાઇન સાઈટ ઉપર જઈને પોતાનો ઓર્ડર આપી શકશે. મોલ્સના કર્મચારીઓ દ્વારા તેની હોમ ડિલિવરી આપવામાં આવશે.