ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડુ હવે ગુજરાત પર લેન્ડફોલ નહી થાય, જેથી હાલ ગુજરાત પરથી મહા આફત ટળી છે. મહા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે તે અરબી સમુદ્રમાં જ નબળુ પડી ગયું છે, તેમ હવામાન વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.
‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, હજુ 24 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. જેમાં પોરબંદર સહિત દરિયાકિનારે 'મહા' વાવાઝોડાનું સંકટ મંડરાય રહ્યુ હતું જે હવે હવામાન વિભાગની સુચના અનુસાર ઓછું થયું છે. પરંતુ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. વાવાઝોડું બપોર 12 વાગ્યા બાદ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ હજુ 24 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
જો કે મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી ભારે વરસાદ થયો છે. બુધવારે સાંજથી જ અમરેલી અને રાજકોટ અને ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંદરો પર ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ગત રાતથી. ‘મહા’ વાવાઝોડાના કારણે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જામ કંડોરણા, જામનગર, સુરત, ભરૂચ, વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, દ્વારકા, ભાવનગર સહિતના શહેરોમાં વરસાદની અસર જોવા મળી હતી.