ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી : APMC સેક્રેટરી

ગુજરાતમાં લોકડાઉનને પગલે અમદાવાદ શહેરમાં આવેલી APMCમાં ખેડૂતોની શાકભાજી સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સના આધારે લેવામાં આવતી હતી. જેમાં લોકડાઉન દરમિયાન દરરોજની આશરે 5 હજાર ક્વિન્ટલ શાકભાજી APMC માર્કેટમાં આવતું હોવાનું સેક્રેટરીએ જણાવ્યું હતું.

લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5000 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી
લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5000 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી

By

Published : Jun 6, 2020, 8:32 PM IST

અમદાવાદ : લોકડાઉન દરમિયાન અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે લોકોને સરળતાથી શાકભાજી ઘર સુધી મળી રહે તેના માટે સરકાર દ્વારા સુચારૂ રૂપે APMCના સેક્રેટરી અને હોદ્દેદારો સાથે સંકલન સાધી લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઇઝ ટર્નલ બનાવી સંપૂર્ણ તકેદારી દાખવી બટાકા, ડુંગળી સહિતના શાકભાજી ખેડૂતો દ્વારા ઉતારવામાં આવતા હતા.

લોકડાઉન દરમિયાન પણ દરરોજ 5000 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી : APMC સેક્રેટરી
APMCના સેક્રેટરી દીપકભાઈના જણાવ્યાં અનુસાર APMCમાં દરરોજનું 5000 ક્વિન્ટલ શાકભાજી ઉતારવામાં આવતું હતું. જ્યારે જમાલપુરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા જમાલપુર APMC બંધ કરી જેતલપુર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જ્યાં ખેડૂતો દ્વારા લઇ આવેલા લીલા શાકભાજીને ઉતારવામાં આવતું હતું. જે તમામ તકેદારી રાખી અન્ય વેપારીઓને આપવામાં આવ્યું હોવાનું સેક્રેટરીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details