ગુજરાત

gujarat

By

Published : Jun 11, 2020, 10:51 PM IST

ETV Bharat / state

AMCના વિપક્ષી નેતા દિનેશ શર્મા અને તેમના પુત્રએ આપી કોરોનાને માત

રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જેમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા અને તેનો પુત્ર પણ આવી ગયા હતા. જે સારવાર બાદ સ્વસ્થ થતા બંનેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેના પગલે તેને હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિપક્ષ નેતા અને તેમના પુત્રએ આપી કોરોનાને માત
વિપક્ષ નેતા અને તેમના પુત્રએ આપી કોરોનાને માત

અમદાવાદ : કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયેલા વિપક્ષ નેતા દિનેશ શર્મા તથા તેમના પુત્ર કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. આજે ગુરુવારે લગભગ 14 દિવસ બાદ બંને પિતા પુત્રને શહેરની SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમનું તાળીઓ સાથે અભિવાદન કર્યું હતું.

વિપક્ષ નેતા અને તેમના પુત્રએ આપી કોરોનાને માત

મહત્વનું છે કે, આગામી 14 દિવસ સુધી દિનેશ શર્મા કોરોન્ટાઇનમાં જ રહેશે, પરંતુ હજુ પણ તકેદારી રાખવી એટલું જ આવશ્યક બની રહેશે. SVP હોસ્પિટલમાંથી સાજા થઈને બહાર આવેલા વિપક્ષ નેતા દિનેશ શર્માએ SVPની વાહવાહી કરવાનો કોઈ મોકો છોડ્યો નહતો.

અનલોક-1 થયા બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલી માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 513 નવા કેસ નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22067 થઇ છે. આજે ગુરુવારે 366 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 38 દર્દીઓના મોત થતા મૃતકઆંક 1385 પર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details