ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'ધ લેડીઝ લોંન્જ' દ્વારા યોજાયો ફેશન પર ટોક - Ahmedabad news

અમદાવાદઃ શહેરમાં 'ધ લેડીઝ લોંન્જ' દ્વારા ઈન્ડસ્ટ્રીની મહિલાઓને બોલાવવામાં આવી હતી. જેમાં મહિલાઓએ પોતાના અનુભવો લોકો સુધી પહોંચાડ્યા હતા. ફેશનને લઈ કઈ બાબતોનું ધ્યાન રાખવુ, કપડાં અનુકૂળ પર્સ અને જ્વેલરી કેવી પંસદ કરવી વગેરે મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કૃણાલ પારેખ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ફેશન ઈન્ડસ્ટ્રીની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

અમદાવાદમાં 'ધ લેડીઝ લોંન્જ' દ્વારા યોજાયો ફેશન પર ટોક

By

Published : Jul 28, 2019, 12:59 PM IST

ફેશનની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે અમદાવાદીઓનું નામ પહેલાં લેવામાં આવે છે. મધ્ય ગુજરાતનું ગ્લેમરથી ભરેલું સ્થળ એવા અમદાવાદમાં 'ધ લેડીઝ લોંન્જ' દ્વારા ફેશન અંગેની ચર્ચા યોજવામાં આવી હતી. જેમાં ફેશનના ટ્રેન્ડને લઇ વિવિધ મુદ્દાઓ પર વાત કરાઇ હતી.તો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે સંકાલયેલી મહિલાઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ મૂક્યાં હતા. આ કાર્યક્રમમાં પૂર્વા પટેલ, શિલ્પા ચોકસી, અદિતિ પારેખ, રૂપલ ત્યાગી, શ્વેતા કપૂર હાજર રહ્યા હતા.

ફેશન એડિટના ફાઉન્ડર અદિતિ પારેખે જણાવ્યું હતું કે, " અત્યારે બધી જ જગ્યા એ લોકો શું પહેરે છે, કેવી સ્મેલ કરે છે, કેવું ફિલ કરે છે તે બધું જ જોવામાં આવે છે. એટલે એ જરૂરી છે કે લોકો પોતાને સારી રીતે લોકો સામે પ્રેઝન્ટ કરે." ફેશન એ કમ્ફર્ટ વિશે વાત કરતાં તેમણે મહિલાઓને વસ્ત્રોની પસંદગી અંગે ઉંડાણપૂર્વક સમજ આપી હતી.

અમદાવાદમાં 'ધ લેડીઝ લોંન્જ' દ્વારા યોજાયો ફેશન પર ટોક

આમ, આ કાર્યક્રમ દ્વારા મહિલાઓએ ફેશન અંગેના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ફેશન સાથે સંકળાયેલી મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details