શહેરના ગોતા વિસ્તારમાં રહેતા નીલેશ વ્યાસ નામનાં વ્યક્તિને ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે અપહરણ કરાયુ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદીને સોલા વિસ્તારમાંથી જ સફેદ કલરની ગાડીમાં અપહરણ થયું હોવાની ફરિયાદ તેની પત્નિ કાજલ વ્યાસે કરી હતી.
અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ - Gujarati news
અમદાવાદ: શહેરમાં એક યુવકનું અપહરણ થતાં ચકચાર મચી છે. યુવક સોલા વિસ્તારમાંથી સફેદ રંગની ગાડીમાં અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તાપસમાં વર્લ્ડકપની મેચના સટ્ટામાં યુવકને પૈસાની આપાવના બાકી હોવાથી અપહરણ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
![અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3900749-thumbnail-3x2-ahd.jpg)
અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ
અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ
સોલા પોલીસે ફરિયાદનાં આધારે જૂનાગઢનાં વિજય ચાવડા અને તેનાં અન્ય બે સાગરીતોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ક્રિકેટનાં સટ્ટાની રકમ માટે અપહરણ કરાયા હોવાનું ખુલતાં સોલા પોલીસે આ મામલે વધુ તપાસ કરી હતી. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.