અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના એક બાદ એક અનેક કેસ સામે આવ્યાં છે. જેથી તંત્ર દ્વારા લોકોના રહેણાંક વિસ્તારમાં જઈને સેનિટાઈઝનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે જ્યાં તંત્ર ન પહોંચ્યું હોય ત્યાં કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સેનિટાઈઝરનો છંટકાવ કારવામા આવે છે.
અમદાવાદ પૂર્વમાં ખોડલધામ ટ્રસ્ટે સોસાયટીઓ સેનિટાઈઝ કરી
કોરોનાની હાડમારી એવી વ્યાપક સંભાવનાઓ ધરાવે છે કે જેમાં ફક્ત વહીવટીતંત્ર પહોંચી વળે તેમ નથી. ત્યારે સામાજિક સંસ્થાઓ પણ સમાજલક્ષી જવાબદારીઓ નિભાવતાં સાથ આપી રહી છે. ખોડલધામ ટ્ર્સ્ટે અમદાવાદ પૂર્વની સોસાયટીઓમાં સેેનિટાઈઝર છંટકાવનું કાર્ય કર્યું હતું.
અમદાવાદ પૂર્વમાં ખોડલધામ ટ્રસ્ટે સોસાયટીઓ સેનિટાઈઝ કરી
શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનેક સોસાયટીઓમાં જઈને ઇલેક્ટ્રિક મોટર વડે ટ્રકમાં લાવેલ સેનિટાઈઝરનો છંટકાવ કરીને સોસાયટી સેનિટાઈઝ કરવામાં આવી હતી. તમામ જગ્યાઓએ ટ્રસ્ટના આગેવાનો અને પોલીસે સાથે રહીને સેનિટાઈઝરનો છંટકાવ કરી રહી હતી. આગામી 4-5 દિવસો સુધી ટ્રસ્ટ દ્વારા શક્ય તમામ સોસાયટીઓમાં જઇને સોસાયટીઓ સેનિટાઈઝ કરવામાં આવશે.