ખેલ મહાકુંભમાં ગ્રામ્ય, તાલુકા-જિલ્લા, મહાનગરપાલિકા, ઇન્ટર ડિસ્ટ્રીકટ કક્ષા અને રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી, જીલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને 40 કરોડના પુરસ્કાર એનાયત કરાયા હતાં. તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં,
ખેલ મહાકુંભ 2019નો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો
અમદાવાદઃ ખેલ મહાકુંભના સમાપન અને ઇનામ વિતરણ સમારોહ અમદાવાદમાં યોજાયો. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખેલાડીઓને ટ્રોફી અને ચેક એનાયત કર્યા, આ વર્ષે ખેલ મહાકુંભ 2019માં 4689730 રમતવીરોએ ઓનલાઈન નોંધણી કરી હતી, તે પૈકી 83.86 ટકા એટલે 3932903 સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ખેલ મહાકુંભ 2019નો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો
ખેલ મહાકુંભ 2019માં રાજ્ય કક્ષાએ દેખાવ કરનાર ત્રણ શાળાઓને અનુક્રમ પાંચ, ત્રણ અને બે લાખના પુરસ્કાર અપાયા હતાં, જ્યારે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહાનગર પાલિકા અને ત્રણ જિલ્લાઓને ટ્રોફી એનાયત કરાઇ હતી, આ મહાકુંભમાં ઓલમ્પિક રમત ફૂટબોલ બાસ્કેટબોલ હેન્ડબોલ હતી અને વોલીબોલ તથા 4 નોન ઓલોમ્પિક રમત કબડ્ડી, ખોખો, શૂટિંગ અને રસ્સા ખેંચ કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.આ ટીમોને ફોર પ્લે એવૉર્ડ આપવામાં આવ્યો હતો.