ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક યોજાશે - કર્ણાવતી મહાનગરની બેઠક

નજીકના ભવિષ્યમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આવા સમયે દરેક મહાનગરો અને જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે- તે જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રમુખની ઉપસ્થિતિ હેઠળ બૃહદ સંકલન સમિતિની બેઠક યોજાઇ ગઇ છે અને ગુરૂવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

આવતી કાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક
આવતી કાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક

By

Published : Dec 23, 2020, 7:36 PM IST

Updated : Dec 23, 2020, 10:59 PM IST

● ગુરુવારે કર્ણાવતી મહાનગરની ભાજપની બેઠક

● પ્રદેશ પ્રમુખ સી. આર .પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને પ્રદેશ પ્રમુખ આપશે માર્ગદર્શન


અમદાવાદઃ દિવાળી બાદ ચિંતન બેઠક યોજવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. આ વર્ષે કોરોના વાઇરસને કારણે ભાજપે ચિંતન બેઠક મોડી યોજી હતી. નજીકના ભવિષ્યમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આવા સમયે દરેક મહાનગરો અને જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે-તે જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રમુખની ઉપસ્થિતિ હેઠળ બૃહદ સંકલન સમિતિની બેઠક યોજાઇ ગઇ છે.

પેજ કમિટી અને મીડિયા પ્રચારને લઈને થશે ચર્ચા

ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વના શહેર અમદાવાદ મહાનગરની ભાજપની બેઠક તારીખ 24 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પ્રદેશ પ્રમુખ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. પેજ કમિટી ઉપર વધુ ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રચાર સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આવતી કાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક

અમદાવાદના કોર્પોરેટરોને સી. આર. પાટીલ આપી શકે છે સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર અંતર્ગત ગુજરાતની 15 ટકા વસ્તી વસે છે, તેમ કહી શકાય. ત્યારે તેનું મહત્વ સમજીને સી.આર.પાટીલ પોતે અમદાવાદની બેઠકમાં અધ્યક્ષતા કરવાના છે. ભાજપના કોર્પોરેટરોએ 5 વર્ષ દરમિયાન જ્યારે પ્રજાને મોઢું દેખાડ્યુ નથી, ત્યારે કોર્પોરેટરોને લઈને આવતીકાલે (બુધવાર) સી.આર.પાટીલની ટિપ્પણી નોંધનીય રહેશે.

કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર સંગઠન બદલાઈ શકે ?

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થોડા સમય અગાઉ જ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ અને મહાનગરોના નવા પ્રમુખની વરણી કરી છે. જો કે, અમદાવાદમાં સ્થિતિ યથાવત છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપની નિષ્ક્રિયતાને જોતા સી.આર.પાટીલ શહેર સંગઠનમાં ફેરફાર કરે તેવી શક્યતા છે.

Last Updated : Dec 23, 2020, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details