ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના નાગનાથ મહાદેવ મંદિરમાં પૂજા માટે પોલીસ રક્ષણ માગતી પિટિશન અરજદારે પાછી ખેંચી - High Court on Worship at Dwarka Temple

દ્વારકાના નાગનાથ મહાદેવ મંદિરમાં પૂજાનો મુદ્દો (Issue of Worship at Nagnath Mahadev Temple) ફરી સામે આવ્યો છે. અરજદારને ટકોર કરી કે, અરજદાર તેના વ્યક્તિગત રસ માટે રાજ્યની મશીનરીનો ઉપયોગ કરવા માગે છે.

દ્વારકાના નાગનાથ મહાદેવ મંદિરમાં પૂજાનો મુદ્દો : પૂજા માટે પોલીસ રક્ષણ માગતી પિટિશન અરજદારે પાછી ખેંચી
દ્વારકાના નાગનાથ મહાદેવ મંદિરમાં પૂજાનો મુદ્દો : પૂજા માટે પોલીસ રક્ષણ માગતી પિટિશન અરજદારે પાછી ખેંચી

By

Published : Feb 24, 2022, 10:53 AM IST

અમદાવાદ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ વાળા નાગનાથ મહાદેવ મંદિરમાં અરજદાર દ્વારા પૂજા કરવામાં આવે છે. ત્યારે કોઈ અઘટિત ઘટના બને નહીં તે અંગે યોગ્ય પગલાં લેવાનો આદેશ છતાં, પૂજા કરવા સમયે પોલીસ રક્ષણ આપતી નથી. તેમજ કોર્ટનો અનાદર કરે છે. તેવા આક્ષેપ સાથેની અરજી (Issue of Worship at Nagnath Mahadev Temple) હાઈકોર્ટમાં કરી હતી.

"પોલીસને ઢસડો નહીં"

હાઈકોર્ટની ખંડપીઠે અરજદારને ટકોર કરેલી કે, અરજદાર તેના વ્યક્તિગત રસ માટે રાજ્યની મશીનરીનો ઉપયોગ કરવા માગે છે. જે અયોગ્ય છે. મંદિરના પ્રાંગણમાં પોલીસને (High Court on Worship at Dwarka Temple) બોલાવવાનુ યોગ્ય નથી. પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવાની છે. આ બાબતમાં પોલીસને ઢસડો નહીં અને તે આ વાતથી દૂર રાખો.

આ પણ વાંચોઃરાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને આપી શકે છે ચૂંટણી જીતવાનો મંત્ર, જૂઓ ETV Bharatનો વિશેષ અહેવાલ

"પૂજા કરનાર કોણ છે તે મુદ્દે પોલીસે પડવાનુ ન હોય"

અરજદારના પિતા આ મંદિરમાં પૂજા કરતા હતા એટલે તેને વારસાગત હક મળે તે મુદ્દે સિવિલ કોર્ટમાં અરજી કરો. આમાં, કન્ટેમ્પ્ટ અરજી કરવાની કોઈ જ જણાતી નથી. પૂજા કરનાર કોણ છે, તે મુદ્દે પોલીસે પડવાનુ ન હોય, પોલીસ પાસે પણ અનેક કામ અને પ્રશ્નો છે. પોલીસ શાંતિ જાળવવા માટેનું કામ કરે છે. જો કે, પૂજા માટે પોલીસ રક્ષણ માગતી પિટિશન અરજદારે પાછી ખેંચી છે (High Court on Nagnath Temple) હાઈકોર્ટમાં આ હુકમ બાદ અરજદારે અરજી પરત ખેંચી છે.

આ પણ વાંચોઃBribery Case in Dwarka : દ્વારકા જિલ્લાના વાડીનાર ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ લાંચ લેતા ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details