ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો - Ahmedabad Dhanteras News

અમદાવાદઃ ધનતેરસના દિવસથી દિવાળીના શુભ પર્વની શરૂઆત થાય છે, ત્યારે આ દિવસે ધનના ઉપયોગ કરીને નવી વસ્તુઓ ખરીદી કરવાનું મહત્વ છે. ખાસ કરીને લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે. પરંતુ, આ વખતે મંદીના માહોલને કારણે સોના-ચાંદીની ખરીદીમાં પણ અસર થઈ છે.

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

By

Published : Oct 25, 2019, 7:30 PM IST

દર વર્ષે ધનતેરસના દિવસે લોકો સવારથી જ જ્વેલર્સની દુકાને ઉત્તમ સમયમાં ખરીદી માટે પહોંચી જાય છે, ત્યારે આ વર્ષે પણ લોકો ખરીદી માટે તો પહોંચ્યા હતાં પરંતુ. દર વર્ષ જેટલી ભીડ જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી ન હતી. મોંઘવારી અને મંદીના કારણે સોના -ચાંદીની ખરીદી પર અસર જોવા મળી હતી.

અમદાવાદમાં મંદીની અસર ધનતેરસ પર, સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

આ વર્ષે લોકો નાના આભૂષણો ખરીદવાનું જ પસંદ કર્યું હતું. ધાર્યા કરતાં સોનીઓને ત્યાં ભીડ જોવા મળી ન હતી. સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થતાં ખરીદી ઘટી હોવાનું એક કારણ છે. અંદાજે 5000 જેટલી કિંમત સોનામાં ગત વર્ષ કરતા વધી છે. નવા આભૂષણો પણ સોની બજારમાં જોવા મળ્યા ન હતાં. મંદીના મારની અસર દિવાળીના શરૂઆતના પર્વથી જ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details