ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડલની તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવા આદેશ - માંડલ ગ્રામ પંચાયત

ભારતીય બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની છબી તમામ ગ્રામ પંચાયતોમાં મુકવા માગ કરવામાં આવી છે. માંડલ નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચે માંડલની તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબની છબી મૂકવા ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું.

માંડલની તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવા આદેશ
માંડલની તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવા આદેશ

By

Published : Dec 11, 2020, 1:40 PM IST

  • માંડલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં ડો. બાબાસાહેબની છબી મૂકવા આવેદનપત્ર પાઠવ્યું
  • નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા TDOને ડો. બાબાસાહેબની છબી અર્પણ કરાઈ
  • નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા TDOને બંધારણનું ઘર અર્પણ કરવામાં આવ્યું

વિરમગામઃ 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે માંડલની તમામ ગ્રામ પંચાયતોમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવાની માગ ઊઠી છે. માંડલમાં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચે તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબની છબી મૂકવા માટે ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે તાલુકા વિકાસ અદિકારી એસ. એલ. નિસરતાને બાબાસાહેબની છબી અને બંધારણનું ઘર આપવામાં આવ્યું હતું.

તમામ તલાટી કમ મંત્રીને બાબાસાહેબની છબી મૂકવા આદેશ

તમામ ગ્રામ પંચાયતોમાં બાબાસાહેબની છબી મુકવાથી અહીં આવતા તમામ લોકોને તેમાંથી પ્રેરણા મળશે. માંડલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ડો. બાબાસાહેબની છબી મુકવા અંગે લેખિત આદેશ કરવામાં આવ્યો છે. તમામ તલાટી કમ મંત્રીઓ કડક પાલન કરે તેવી તાકીદ પણ તલાટીની બેઠકમાં કરવામાં આવી છે તેવું કિરીટ રાઠોડે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details