અમદાવાદ : હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે અરજદાર વિરલગીરી ગોસ્વામી વિરુદ્ધ દાખલ કેસ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની 11 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી, ત્યારબાદ આ અંગેની વિગતો જાણવા માટે અરજદારે આરટીઆઈ દાખલ કરતા પ્રથમ અને બીજી અપીલમાં માહિતી વિભાગ દ્વારા જવાબમાં ACB RTI હેઠળ ન આવતું હોવાથી માહિતી આપી શકાય નહિ તેમ કહીં વિગતો ન આપતા હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.
ACBને RTIમાંથી બાકાત રાખવા મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો
ACBને RTIમાંથી બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી મુદ્દે ગુરુવારે હાઇકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત માહિતી વિભાગ, અપીલ અધિકારીને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
ACBને RTIમાંથી બાકાત રાખવા મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો
આ કેસની વિગત એવી છે કે અરજદાર વિરુદ્ધ બેનામી સંપત્તિ કેસમાં ACBએ 11કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. જેની માહિતી મેળવવા અરજદાર દ્વારા RTI કરવામાં આવી હતી. અરજદારનો આક્ષેપ છે કે આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા હોવાથી RTIથી તેમને માહિતી આપવમાં આવી નથી.