અમદાવાદ : અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે (Ahmedabad Serial Blast Case) હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્ય સરકારે HCમાં 38 આરોપીની (Accused in Serial Blast Case) ફાંસીની સજા મામલે અરજી કરી છે. કોર્ટમાં ફાંસીની સજા કન્ફર્મેશનની અરજી પર સુનાવણી થઈ હતી.
આ પણ વાંચો :Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી
આરોપીઓ તરફથી પણ કોર્ટમાં રજૂઆત
જેમાં ગુજરાત હાઈકોર્ટે તમામ 38 આરોપીઓને (HC Issues Notice to Serial Blast Accused) નોટિસ આપી છે. ખાસ કોર્ટના ચુકાદાને જ ધ્યાને રાખવા સરકારની રજૂઆત રહી હતી. તો હવે આરોપીઓ તરફથી પણ કોર્ટમાં રજૂઆત કરાશે.
આ પણ વાંચો:Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ
"આરોપીઓને પણ સાંભળીશું"
હાઈકોર્ટનું અવલોકન હતું કે, અમે આરોપીઓને પણ સાંભળીશું. આ ઉપરાંત આરોપીઓને મફત કાયદાકીય સહાયનો પણ લાભ અપાશે. તેમજ આ કેસમાં વધુ સુનાવણી (Serial Bomb Blast Hearing) હાઇકોર્ટમાં 9 જૂનના રોજ થશે.