અમદાવાદઃ ભારતમાં પ્રતિબંધિત દ્રવ્ય પદાર્થ-ડ્રગ્સની હેરાફેરી કેસમાં NDPS એકટ હેઠળ ધરપકડ કરાયેલો આરોપી વિદેશી નાગરિક હોવાના નાતે ગુજરાત હાઈકોર્ટે તેના વચગાળા જામીન ફગાવ્યા છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, આરોપી વિદેશી નાગરિક છે અને જો તેને જામીન આપવામાં આવે તો શકયતા છે કે, અહીં પાછો ન આવે.
NDPS એકટ : આરોપી વિદેશી નાગરિક હોવાથી હાઈકોર્ટે વચગાળા જામીન ફગાવ્યા - હાઈકોર્ટમાં અરજદાર
હાઈકોર્ટે વિદેશી આરોપી જ્હોન સોમદિન ફર્નાન્ડિઝ ઉબાહની વચગાળા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આરોપી NDPS એકટ હેઠળના ગુનામાં નોંધાયેલો છે અને જો તેને વચગાળાના જામીન આપવામાં આવે તો ફરીવાર પાછો ભારત ન આવે અથવા ભાગી છૂટે તેવી શક્યતાને પગલે હાઈકોર્ટે જામીન ફગાવી દીધા છે.
હાઈકોર્ટે વિદેશી આરોપી જ્હોન સોમદિન ફર્નાન્ડિઝ ઉબાહની વચગાળા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આરોપી NDPS એકટ હેઠળના ગુનામાં નોંધાયેલો છે અને જો તેને વચગાળાના જામીન આપવામાં આવે તો ફરીવાર પાછો ભારત ન આવે અથવા ભાગી છૂટે તેવી શક્યતાને પગલે હાઈકોર્ટે જામીન ફગાવી દીધા છે. આરોપી પર ભારતમાં પ્રતિબંધિત ડ્રગ્સ પ્લાન્ટ કરવાનો અને તેનો ખરીદ-વેચાણ કરવાનો NDPS એકટની વિવિધ કલમો પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં અરજદાર - આરોપી તરફે નીચલી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વિદેશમાં રહેતા તેના પરિવાજનોને કોરોના પોઝિટિવ આવ્યો છે અને આવી પરિસ્થિતિમાં તેના વચગાળા જામીન મંજૂર કરવામાં આવે જોકે, કોર્ટે જામીન ફગાવી દીધા હતા. અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા બાદ વચગાળા જામીન મેળવવા આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી..