ગુજરાત

gujarat

ETV Bharat / state

વકીલો વારંવાર ઈ-મેલ કરતા હોવાથી હાઇકોર્ટના રજિસ્ટ્રારે જજને ફરિયાદ કરી - Justice Bella Trivedi

કોરોના વાઈરસના વધતા કેસને લીધે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે હાઇકોર્ટે વીડિયો કોન્ફરન્સ થકી સુનાવણી માટે ઈ-મેલ દ્વારા પિટિશનની ઇ-ફાઇલિંગને મંજૂરી આપી છે જોકે બે સપ્તાહમાં જ રજીસ્ટ્રીએ એડવોકેટ તરફથી ખૂબ જ લાંબા અને મોટી સંખ્યામાં ઈ-મેલ આવે છે તેવી જજને ફરિયાદ કરી હતી.

વકીલો વારંવાર ઈ-મેલ કરતા હોવાથી હાઇકોર્ટના રજિસ્ટ્રારે જજને ફરિયાદ કરી
વકીલો વારંવાર ઈ-મેલ કરતા હોવાથી હાઇકોર્ટના રજિસ્ટ્રારે જજને ફરિયાદ કરી

By

Published : Apr 9, 2020, 11:44 PM IST

આમદાવાદઃ હાઇકોર્ટના રજીસ્ટ્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, વકીલો ખૂબ જ લાંબા અને વારંવાર એક જ પ્રકારના ઈ-મેલ કરે છે. જેને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બેલા ત્રિવેદીએ વકીલોને આ મુદ્દે ચેતવ્યાં હતા.

વકીલો વારંવાર ઈ-મેલ કરતા હોવાથી હાઇકોર્ટના રજિસ્ટ્રારે જજને ફરિયાદ કરી

હાઇકોર્ટે વકીલોને ઇ-ફાઈલિંગને લઈને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેને ચુસ્તપણે અમલ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટમાં શીપની સુનાવણી દરમિયાન પ્રતિવાદીએ 200 પાનાનો ઈ-મેલ થકી રજૂ કરતા રજિસ્ટ્રારે આ બાબતની નોંધ લીધી હતી જ્યરબાદ ફરિયાદ કરી હતી કે, વકીલો ત્રણ થી ચારવાર આ સોગંદનામાં રજૂ કરે છે.

હાઇકોર્ટે વકીલોને 22મી માર્ચના પરિપત્રને વકીલોને યાદ રાખવાની સૂચના આપવામાં આવી હતી. હાઇકોર્ટે માર્ગદર્શન પ્રમાણે વકીલોને વર્તવાનો આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details