અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં શનિવારે સવારે 8 વાગ્યે તેમના ઝૂપડા તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર સલ્મ: હાઈકોર્ટે બે સપ્તાહ બાદ ઝૂપડા તોડવાનો આદેશ કર્યો - ઝૂપડા તોડવાનો આદેશ
ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર પાસે આવેલા 250 જેટલા ઝૂપડા તોડી પાડવાના ગાંધીનગર મહાનગર પાલિકાના હુકમ સામે રીટ દાખલ કરાતા હાઈકોર્ટે નોટિસ જારીના બે સપ્તાહ બાદ સત્તાધીશોને ઝૂપડા તોડવા માટેની મંજૂરી આપી દીધી છે. કોરોના મહામારીને લીધે હાઈકોર્ટે બે-સપ્તાહ સુધીનો સમય આપ્યો છે.
ગાંધીનગર સલ્મ: હાઈકોર્ટે બે સપ્તાહ બાદ ઝૂપડા તોડવાનો આદેશ કર્યો
નોંધનીય છે કે ગાંધીનગર મહાત્મા મંદિર પાછળ છેલ્લા 30 વર્ષથી લોકો ઝૂપડા બાંધી ત્યાં રહી રહ્યા છે. હાઈકોર્ટે અગાઉના નિર્દેશમાં તેમના માટે રહેવાની વૈકલ્પીક સુવિધા કરવાનો આદેશ કર્યો હતો. જો કે નગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઇ સુવિધા ન કરાતા અને ઘર તોડી પાડવાની નોટિસ જાહેર કરતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.