અરજદારનો આક્ષેપ છે કે, આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળવા દેવાતી નથી, જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી. આશ્રમ વાસીઓ પર યુવતીઓને યાતના અને 3-4 દિવસ સુધી ન સુવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદારનો આક્ષેપ છે કે, સ્વામી નિત્યાનંદ અને આશ્રમવાસીઓ તેમની દિકરીને મળવા દેતા નથી. પરાણે ખોટી છોકરી પાસેથી વીડિયો વાયરલ કરાવવામાં આવતો હોવાની પિતા જનાર્ધન શર્માએ આક્ષેપ કર્યો છે. આશ્રમમાંથી બંને યુવતીઓ પણ ગુમ થઈ હોવાનું શર્માએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવતી નિત્યાનંદિતાએ વાયરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે, તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માંગતી નથી.