અમદાવાદઃ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય આરોપી પ્રકાશ શર્મા, રવિકાંત સિન્હા, બાબુભાઈ પટેલ ત્રણે આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ ફરિયાદ રદ કરવા માટે કવોશિંગ પિટિશન દાખલ કરી હતી.
નંદન ડેનિમ: ધરપકડ સામે હાઇકોર્ટે આરોપીઓને વચગાળાની રાહત આપી - Ahmedabad news
અમદાવાદના નારોલ પીરાણા હાઇવે પર આવેલી ડેનિમ ફેકટરીમાં આગ લાગવાના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટ તરફે વચગાળાની રાહત આપી છે અને આગામી મુદત સુધી આરોપીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાનો હુકમ કર્યો છે.
![નંદન ડેનિમ: ધરપકડ સામે હાઇકોર્ટે આરોપીઓને વચગાળાની રાહત આપી નંદન ડેનિમ : ધરપકડ સામે હાઇકોર્ટે આરોપીઓને વચગાળા રાહત આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6375730-888-6375730-1583949138397.jpg)
નંદન ડેનિમ : ધરપકડ સામે હાઇકોર્ટે આરોપીઓને વચગાળા રાહત આપી
નોંધનીય છે કે, આ આગની ઘટના પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને લગભગ 15 કલાક જેહમત ઉઠાવી પડી હતી. નારોલ પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 305 મુજબ છ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટમાં દાખલ કરાયેલ ત્રણેય આરોપીઓ પણ સામેલ છે, પરંતુ એફએસએલ તપાસ કરવામાં આવશે.